શું કરીશુ બનાવી મસ્જીદ - મંદિર ?
જ્યારે બધાજ અધર્મી થઇ ગયા છે આજ,
માણસ .. માણસ નું ખૂન કરે છે,
બોલો એ શબ્દ "માણસાઈ" નું શું કરશો ?? -- (૧)
શું કરીશુ અમન ની વાતો કરીને ?
જયારે આતંકવાદ ફેલાયો છે ચારે તરફ,
પીવો છો ગંગાજળ (પાપ દૂર કરવા) માથે લગાવી ને,
પણ રક્ત માં તળબોળ એ અસંખ્ય શરીરો નું શું કરશો ?? -- (૨)
સ્ત્રીઓ રુદન છે કરે, બાળકો જોઈ રહ્યા છે બસ "તમસ",
વડિલો છે પરેશાન, જુવાનો રહ્યા છે ભટકી,
આમના જખ્મો થી લઢવાનું શીખો,
આમજ એક બીજા સાથે લઢીને કઈ સમસ્યા હાલ કરશો ?? -- (૩)
રાખીલો લાજ તિરંગા ની, જેની ખાધી તી કસમો,
હજી પણ છે સમય, કરીલો બધું વશમાં,
ખેંચાઈ ના જાય લકીરો આ ધરતી પર,
પછી એ તિરંગા ના ત્રણ અલગ અલગ ટુકડાઓ નું શું કરશો ?? -- (૪)
પોતાની સમસ્યા માંથી નીકળી જુઓ દુનિયા છે વિશાળ,
ધરતી છે મોટી, આકાશ છે વિશાળ,
ભાઈ - ભાઈ ને છે મારે આજ,
બોલો હવે એ ભાઈચારા નું શું કરશો -- (૫)
જુઓ દુનિયા ચંદ્રમાં પર ગઈ છે પોહોચી,
સવાલો છે ઘણા આપડી સામે, તોહ પણ ઉડાવી દઈએ છીએ આપડે એ હસી,
"હું" કહેવા વાળા લોકો આટલું તોહ બતાવો,
"હું" જ કહેતા રહેશો તોહ શબ્દ "આપને બધા" નું શું કરશો ?? -(૬)
લખી ગયા આપણા પૂર્વજો ઈતિહાસ ખુમાર અને શૌર્ય નો,
આમજ કહેતા રહેશો કે કઈ કરી પણ દેખાડશો ?,
આજે આજ માં જીવી રહ્યા છો, કાલે કાલ બનશો,
બસ એટલું બતાવી જાઓ, કે તમે તમારો ઈતિહાસ શું લખશો ?? (૭)
હિતાર્થ
Sunday, 08 May 2011 03:51
Last Updated on Sunday, 08 May 2011 04:28
Written by Administrator